¡Sorpréndeme!

Ahmedabad news | અમદાવાદના ગોતામાં ભાજપ કાર્યકરના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર

2025-03-12 2 Dailymotion

ABP અસ્મિતાના અહેવાલની ધારદાર અસર..અમદાવાદના ગોતામાં ભાજપ કાર્યકરના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર....ગોતા વોર્ડમાં ભાજપના કાર્યકર કેયુરસિંહ ચાવડા અને અશોક મીઠાપરાએ ગૃહ ઉદ્યોગના નામે સરકારી પ્લોટ મેળવી ભાડે આપવા સ્ટોલ ઉભા કર્યા હતા...કરોડો રૂપિયાની કિંમતના પ્લોટને ગૃહ ઉદ્યોગ માટે દૈનિક એક હજાર રૂપિયાના ભાડે મેળવી ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઊભી કરી દેવામાં આવી હતી..બાદમાં અહીં સ્ટોલ ઉભા કરી વેપારીઓને ભાડે આપી કમાણી કરવાનું ષડયંત્ર રચાયું હતું...ભાજપના કાર્યકરની કરતૂતનો ભાંડો ફૂટતા અંતે મનપાના એસ્ટેટ વિભાગે બાંધકામ હટાવ્યું..